$AC$ પ્રવાહ અને $DC$ પ્રવાહ એમ બંનેને એમ્પિયરમાં માપવામાં આવે છે પણ $AC$ પ્રવાહ માટે એમ્પિયરની વ્યાખ્યા કેવી હોય ?
$DC$ પ્રવાહ માટે 1 ઍમ્પિયર $=1$કુલંબ/સેકન્ડ
ઉદગમની આવૃત્તિ સાથે $AC$ પ્રવાહની દિશા બદલાય છે અને આકર્ષીબળોનું સરેરાશ શૂન્ય હોઈ શકે છે. તેથી, $AC$ પ્રવાહના એકમ, ઍમ્પિયરની વ્યાખ્યા કોઈક પ્રવાહની દિશાના સ્વતંત્ર ગુણધર્મ પરથી આપવી જોઈએ.
આવો ગુણધર્મ જૂલ ઉષ્મા અસર છે તેથી તે $AC$ પ્રવાહના $rms$ મૂલ્યની વ્યાખ્યા આપવા ઉપયોગી છે.
જૂલ ઉષ્મા અસર પરથી ઍમ્પિયરની વ્યાખ્યા : $AC$ માં એક એમ્પિયર પ્રવાહ એટલે $1 \Omega$ અવરોધમાં $DC$ પ્રવાહ એક સેકન્ડમાં જેટલી ઉષ્મા ઉત્પન્ન કરે તેટલી ઉષ્મા ઉત્પન્ન થાય તો, તે રાશિને એક ઍમ્પિયર $AC$ પ્રવાહ કહે છે.
સરેરાશ વર્ગિતનું વર્ગમૂળ (root mean square) ની વ્યાખ્યા, સૂત્ર આપો પ્રવાહ $I$ વિરુદ્ધ $\omega t$ નો આલેખ દોરો.
પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત $\pi /4$ છે. $ac$ આવૃત્તિ $50\, Hz$ છે. તો સમય તફાવત કેટલો થાય?
$rms$ એટલે શું? પ્રવાહ માટે $rms$ નું સૂત્ર લખો.
એક નાનો સિગ્નલ વોલ્ટેજ $V(t)=V_0sin$$\omega t$ ને એક આદર્શ કેપેસિટર $C$ ની આસપાસ લગાડેલ છે.
ઓલ્ટરનેટિંગ વિદ્યુતપ્રવાહ પરિપથમાં, એસી મીટર કોનું માપન કરે છે?